ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિનોર તાલુકાના બાવળિયા મુકામે તા.3 ડિસેમ્બરને બુધવારના રોજ સાંજે પાંચ કલાક પછી મુલાકાત લીધી હતી. અને બાવળિયા ગામે ગ્રામ કલ્યાણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અનેક પ્રવૃત્તિમાં નેતૃત્વ કરીને ભાગ લીધો હતો. ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. સૌપ્રથમ એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. અને પર્યાવરણનું રક્ષણ કરવું આપણી સંયુક્ત જવાબદારી હોવાનું જણાવ્યું હતું.
સ્વચ્છતા અભિયાનની શરૂઆત સાચા અર્થમાં જાતે સાવરણો લઈને સફાઇ કરી હતી. બાવળિયા ગામમાં વર્ષોથી અવિરત સેવા આપતા 60 વર્ષીય સેવિકાને તેમની નિષ્ઠા અને મહેનત બદલ સન્માનિત કરાયા હતા. તેઓએ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની આવશ્યકતા જણાવી અને 4 ડિસેમ્બરે પરિસંવાદમાં જોડાવા ગ્રામજનોને આમંત્રણ આપ્યું હતું.ત્યારબાદ રાજ્યપાલે પરમાર કનુભાઈ પરાગભાઈના નિવાસ્થાને ભોજન લીધું હતું. આ અવસરે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. ગામ લોકોની વાત સાંભળી, ગામના વિકાસ, સ્વચ્છતા, કુદરતી ખેતી અને બાળકોના શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભોજન બાદ ગ્રામસભા કરી હતી અને ગ્રામ પંચાયત કચેરી ખાતે રાત્રી નિવાસ કર્યો હતો.










