સાવલીના ધારાસભ્ય કેતન નામદારના પિતાના નામે મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટી ટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જે સમૂહ લગ્ન સહિતની વિવિધ સામાજિક પ્રવૃત્તિ વખતોવખત કરી રહી છે. ત્યારે નવરાત્રી પર્વ નિમિત્તે સતત ચોથા વર્ષે તાલુકાના યુવક યુવતીઓ માટે નિશુલ્ક ગરબાનું આયોજન કરાયું છે. તાલુકાના અને ગામડાઓના યુવક યુવતીઓને શહેર જેવા ગરબાનું પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી ગરબાનું આયોજન કરાય છે. હાલના સમયમાં શહેરના ગરબાએ મોર્ડન રૂપ ધારણ કર્યું છે. તાલુકાના આશરે 15,000થી વધુ યુવક યુવતીઓ અહીં દર વર્ષે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે. તેના માટે સેંકડો સ્વયં સેવકોની ટીમ દિવસ રાત મહેનત કરીને ખેલૈયા માટે ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. ચાલુ વર્ષે રાજકોટની એ કે ઇવેન્ટ વૃંદ દ્વારા સાવલીના ભાટિયા મેદાન ખાતે રમઝટ મચાવનાર છે. વિવિધ રંગબેરંગી લાઈટો અને અધ્યતન સાઉન્ડ સિસ્ટમના તાલે તાલુકાનું યુવાધન ભાટિયા મેદાન પર હિંડોળે ચઢીને માતાજીની આરાધના કરવા માટે થનગની રહ્યું છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો