વડોદરા : વડોદરા શહેર નજીક પોર સ્થિત શ્રી સી સી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે તાજેતરમાં ડ્રગ્સમુક્ત ભારત અભિયાન અંતર્ગત NACIN, ભારત સરકારના એડિશનલ આસિસ્ટન્ટ ડિરેક્ટરવિનિય મહંતો, પ્રેમસિંગ, હિમાંશુ રાજ, પુરુષોત્તમ, અક્ષય, હર્ષ અને ભાવનાસીંગની ઉપસ્થિતિમાં ધો.8થી 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 150થી વધુ વિદ્યાર્થીઓને ડ્રગ્સ મુક્તિ અને નાર્કોટ્રેક અંગે માર્ગદર્શન અપાયું હતું. જે પ્રસંગે ટ્રસ્ટી ચિરાગ પટેલ અને આચાર્ય હેતલ પટેલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણને ડામવા તથા તેનાથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો