પાદરામાં સોમવારે મોડી સાંજથી વહેલી સવાર સુધી 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જે સાથે તાલુકામાં મોસમનો કુલ વરસાદ 157 મી.મી. વરસાદ નોંધાયો હતો. સમગ્ર તાલુકામાં સીઝનમાં પ્રથમ વખત બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મંગળવારે વરસાદી માહોલ હોવાલ છતાં પણ વરસાદ નોંધાયો નથી. સોમવારે દિવસ દરમ્યાન અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા પાદરા શહેર અને તાલુકાના લોકોને સોમવારની રાત્રે મેઘરાજાએ જોરદાર વરસાદની ભેટ આપી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમી અને ઉકળાટથી પરેશાન શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ્ ખેતીલાયક વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશી જોવા મળ્યાં હતા.
સોમવારે રાત્રે અચાનક ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે સમગ્ર પાદરા શહેર અને તાલુકાને તરબોળ કર્યાં હતા. અનેક વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારમાં ભરાયા હતા. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. વરસાદના કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતાં કૃષિ કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે. ચોમાસુ શરૂ થતા નગરજનો માટે હાલાકીના દિવસો શરૂ થયા છે. નગરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા લોકો માટે માથાનાં દુઃખાવા સમાન બની છે. એક તરફ્ ઠેર-ઠેર ગટર લાઈનના કામકાજ અર્થે ઠેર ઠેર ખાડા ખોદાયા છે. જેને લઇ કીચડનું સામ્રાજ્ય સ્થપાયું છે. જેને લઇ નગર જનો ભારે હલકી વેઠવી પડી છે.
