કરજણ : કરજણ નગરના જુનાબજાર વિસ્તારના પ્રવેશદ્વારથી જુનાબજાર ટેલિફેન એક્સચેન્જ સુધી રોડ ઉપર બંને બાજુના અનધિકૃત દબાણો પાલિકા દ્વારા દૂર કરાયા હતા.

મળતી માહિતી અનુસાર, કરજણ નગરના પ્રવેશદ્વારથી જુના બજાર ટેલિફેન એક્સચેન્જ સુધીના માર્ગની બન્ને સાઇડના અનધિકૃત દબાણો પાલિકા દ્વારા દૂર કરાયા હતા. ઉપરોક્ત અનધિકૃત દબાણો માર્ગ પહોળો કરવાના હેતુથી દૂર કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. શુક્રવારે વહેલી સવારે પાલિકા દ્વારા જેસીબી મશીન તેમજ ક્રેન દ્વારા ઉપરોક્ત માર્ગ પરના અંદાજે 25 ઉપરાંતના લારી, ગલ્લા કેબિન સહિતના અનધિકૃત દબાણો દૂર કરાયા હતા. દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારી સ્થળ પર હાજર રહ્યાં હતા.