ગઈકાલ અનંત ચર્તુદશીએ શહેરના 11 કુત્રિમ તળાવો અને એક કુંડ ખાતે ગણેશ વિસર્જન હાથ ધરાયુ હતુ. જેમાં આજે મળસ્કે 4-30 કલાક સુધી વિસર્જન ચાલ્યુ હતુ. જેમાં કુલ 24,725 મૂર્તિઓનુ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થયું હતું.વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશને 11 કુત્રિમ તળાવો અને હરણી તળાવ પાસે કુંડ બનાવ્યો હતો. આ કુલ 12 જગ્યાઓ ખાતે ગણેશજીની મૂર્તિના વિસર્જનની ઈકો ફ્રેન્ડલી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગઈકાલે અનંત ચર્તુદર્સીએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી જાહેર પંડાલો અને ઘરે-ઓફિસમાં સ્થાપિત કરાયેલી બાપ્પાની મૂર્તિઓનુ સવારથી જ વિસર્જન યાત્રાઓ નીકળવાની શરૂ થઈ ગઈ હતી. જે આજે મળસ્કે 4-30 કલાક સુધી વિસર્જન ચાલ્યુ હતુ. નવલખી મેદાન ખાતેના કુત્રિમ તળાવ ખાતે મળસ્કે 4 થી 4-15 કલાક સુધી વિસર્જન ચાલ્યુ હતુ જ્યારે ગોરવાના દશામા તળાવ પાસે કોર્પોરેશને બનાવેલા કૃત્રિમ તળાવ ખાતે મળસ્કે 4-30 કલાક સુધી મૂર્તિ વિસર્જનની કામગીરી ચાલી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. સૌથી વધુ 3,285 મૂર્તિઓનુ વિસર્જન લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બનાવેલા કુત્રિમ તળાવ ખાતે થયુ હતું. ગઈકાલે એક જ દિવસમાં આ કુત્રિમ તળાવો ખાતે નાની- મોટી થઈને કુલ 24,725 મૂર્તિઓનુ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો