17

સાવલી નગરમાં અનંત ચતુર્દશીના પાવન પર્વે ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવથી વિસર્જન કરાયું હતું. ડીજેના તાલે તથા ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે નીકળેલી ભવ્ય વિસર્જન યાત્રા સાવલી નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દામાજીના ડેરા નજીક આવેલ તળાવ ખાતે પહોંચી હતી. તળાવ ખાતે સાવલી નગરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત 30થી વધુ ગણેશજીની પ્રતિમાનું સામૂહિક રીતે વિસર્જન કરાયું હતું. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને ગણેશજીના ભાવિકો જોડાયા હતા. યાત્રા દરમિયાન ગુલાલની છોળો અને પુષ્પવર્ષા વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગણેશ વિસર્જનને લઈને સાવલી પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. સાવલી PI સહિત પોલીસ સ્ટાફ્ દ્વારા સમગ્ર વિસર્જન યાત્રા દરમિયાન તકેદારી રખાઇ હતી. જેના પગલે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. સમગ્ર તાલુકો ગણપતિમય બની ગયો હતો. જ્યારે તાલુકાના મોટાભાગનાગામોમાં પોતાના ગામ તળાવમાં જ્યારે નદી કિનારા ગામોમાં મહીસાગર નદીમાં વિસર્જન કરાયું હતું. તંત્ર દ્વારા નદી કિનારા પર કોઈ ડૂબે ના તે માટે સાવચેતી રખાઇ હતી.