બરોડા ડેરીની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર મળ્યા છે જેમાં સાવલીમાં રામસિંહ વાઘેલા બિનહરીફ જાહેર કરાયા છે.
રામસિંહ વાઘેલા ડિરેક્ટર પદ માટે બિનહરીફ
સાવલી તાલુકામાં બરોડા ડેરી ના ઝોન ૫ ના રામસિંહ વાઘેલા ડિરેક્ટર પદ માટે બિનહરીફ જાહેર થયા છે જેથી કાર્યકરોમાં ઉત્તેજના જોવા મળી રહી છે
ભાજપે સૂરપાલ સિંહ પરમાર ને મેન્ડેટ આપ્યો
જ્યારે ડેસર ઝોન ૬ માટે ભાજપે સૂરપાલ સિંહ પરમાર ને ટેલિફોનીક મેન્ટેડ ની ભાજપ દ્વારા જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે
ભાજપ વર્સીસ ભાજપ નો જંગ ખેલાય તેવી શક્યતા
ભાજપના સિટિંગ ડિરેક્ટર કુલદીપ સિંહ રાઉલજી ના બદલે સૂરપાલ સિંહ ને મેન્ડેટ જાહેરાતના સમાચારે ભાજપ વર્સીસ ભાજપ નો જંગ ખેલાય તેવી સ્થિતિ સર્જાઈ છે
દારાસભ્યને મળવા જશે
આ મામલે આવતી કાલે ભાજપના હોદ્દેદારો અને નેતાઓ ધારાસભ્ય કેતન ઇનામદાર ને મળવા જશે તેવું જાણવા મળે છે.
આ પણ વાંચો---- Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ