સાંઢા : પાદરા તાલુકાના સાંઢા ગામે ધો.8 બાદ શિક્ષણ છોડી દેનાર 4 વિદ્યાર્થિની અને તેઓના પરિવારને સમજાવી બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત પરત શાળામાં લવાઇ હતી.

સાંઢા ખાતે 4 દીકરીએ ધો. 8 પાસ કર્યા બાદ અભ્યાસ છોડયો હતો. જેઓ ધો.9માં પ્રવેશ મેળવી ફરીથી અભ્યાસ શરૂ કરે તે હેતુથી વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ભૂમિકા સોલંકી, તા.પં. પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, જિ. પં.સભ્ય પુષ્પાબેન પઢિયાર, ઉપપ્રમુખ પાદરા તા. પં. કામિનીબેન પટેલ, તા. પં. સભ્ય પિનાકીન ચૌહાણ, સરપંચ રતિલાલ ગોહિલ, પાદરાના TPEO જીગ્નેશભાઈ પરમાર, BRC કો-ર્ડિનેટર પાદરા અશ્વિન પ્રજાપતિ, મહામંત્રી અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વડોદરા બીપીનભાઇ પટેલ, CRC મુવાલ ધ્રુવિષાબેન રાજ્ય સરકારના બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્ય સાથે શાળા છોડેલ દીકરીઓના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. દીકરીઓના પરિવારને શિક્ષણનું મૂલ્ય સમજાવીને તેને ફરીથી શાળાએ જવા પ્રેરિત કર્યાં હતા. આ સંવેદનશીલ અભિગમને કારણે આ દીકરીએ ધો. 9 પ્રવેશ મેળવી પોતાનું ભણતર શરૂ કરવા નિર્ધાર કર્યો છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલા બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત અધવચ્ચેથી અભ્યાસ છોડનારી દીકરીને શોધીને તેમને પુનઃ શાળા પ્રવેશ કરાવી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પરત લવાઇ છે. વાલીઓ સાથે આત્મીય સંવાદ સાંધીને દીકરીના શિક્ષણનું મહત્વ સમજાવીને ફરી શાળાએ મોકલવા પ્રોત્સાહિત કર્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો