સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુરુવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે અપક્ષો સહિતના ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ થયું છે.
સાવલી નગર પાલિકામાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ભાજપના 23 અને કોંગ્રેસ 23 અને બે અપક્ષ મળી કુલ 48 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જેમાં વોર્ડ નં.6 અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર પાલિકાના ઉપપ્રમુખ ચેતન દવે અને તેમના પત્ની સેજલ દવેએ ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કુલ 12 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ગોઠડા જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસ ભાજપ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે.
ભાદરવા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ થનાર છે જ્યારે બાકીની ત્રણ બેઠક પિલોલ, ધનતેજ અને વાંકાનેર જિલ્લા પંચાયતની બેઠકો પર સીધી સ્પર્ધા થનાર છે. જ્યારે તાલુકા પંચાયતની 22 બેઠક માટે કુલ 87 ફોર્મ ભરાયા હતા. ભાજપના 22, કોંગ્રેસના 21, આપના 3, અપક્ષ, 14 સહિત ઓલ ઇન્ડિયા મજલિસ 1 મળી કુલ 61 ઉમેદવાર મેદાનમાં છે. આજે 9 ફોર્મ પરત ખેંચાયા છે. કુલ 87 ફોર્મ ભરાયા હતા. જેમાં મેન્ડેટ ના હોવાથી અને પરત ખેંચી લેવાંના પગલે કુલ 61 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે
જ્યારે તાલુકા પંચાયતના કોન્ફ્રન્સ હોલ ખાતે અધિકારીઓ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને ચૂંટણી ખર્ચ બાબતની સમજ આપવા મિટિંગ યોજી હતી. તાલુકા પંચાયતના સભ્યને 3 લાખના ખર્ચની મર્યાદા તેમજ જિલ્લા પંચાયતના સભ્યને 6 લાખના ખર્ચની મર્યાદા વિશે જાણકારી અને સમજ અપાઇ હતી. દર ચાર દિવસે ખર્ચની વિગતો ચૂંટણી તંત્રને આપવાની રહેશે. તેમજ રજીસ્ટર નિભાવણી મુદ્દે વિસ્તૃત સમજ અને માહિતી અપાઇ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો