કરજણ : કરજણ નગરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી કરજણ પોલીસ તંત્ર દ્વારા નગરના મુખ્ય રાજમાર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.

કરજણ PI બી. એમ. પટેલના માર્ગદર્શનમાં કરજણ પોલીસ ટીમ કરજણના મુખ્યબજાર રોડ, એસ.ટી. ડેપો, જલારામ ચોકડી સહિત વિવિધ રાજમાર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને લોકોમાં વિશ્વાસનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસે વેપારીઓ, સ્થાનિ3 નાગરિકો અને યુવાનો સાથે સંવાદ સાધી કાયદો અને વ્યવસ્થા જાળવવા, કોઈપણ પ્રકારની અફ્વા પર વિશ્વાસ ન કરવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિ3 પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.

તેમજ સમગ્ર યાત્રામાર્ગ પર સતત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ તંત્રે તમામ નાગરિકોને રથયાત્રાના પવિત્ર અવસરને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવા તેમજ પોલીસ તંત્રનો સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો છે.

ગજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો