વડોદરામાં ભરૂચના એક યુવકનું અપહરણ કરીને 50 લાખની ખંડણી માગવાનો જઘન્ય કેસ સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીસ તંત્રના જ બે કર્મચારીઓની સંડોવણી બહાર આવતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર આરોપોની પૃષ્ઠભૂમિમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા હવાલદાર યાજ્ઞિક ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
અપહરણ બાદ 50 લાખની ખંડણી માંગવામાં આવી
ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માન કાનીનો ત્રણ શખ્સોએ પોતે "અમદાવાદ SOG પોલીસ" હોવાનું જણાવી અપહરણ કરી લીધો હતો. યુવકની મિત્રને બીજી કારમાં બેસાડી લઈ જઈ ખંડણી માટે દબાણ કર્યું હતું.
અંતે રૂ. 4.50 લાખ બળજબરીથી પડાવ્યા
આરોપીઓએ યુવકને ધમકી આપી હતી કે 50 લાખ રૂપિયા નહીં આપો તો તમારા પર ખોટા કેસ કરી ફસાવી દેશું. અને ભયભીત યુવક પાસેથી અંતે રૂ. 4.50 લાખ બળજબરીથી પડાવ્યા હતા.
બે આરોપીની ધરપકડ, બે હજુ ફરાર
અપહરણ અને ખંડણીના આ કેસમાં કુલ ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. આ આરોપીઓમાં યાજ્ઞિક ચાવડા (હવાલદાર – વડોદરા સેન્ટ્રલ જેલ), કે઼. ડી. કુંભાર (પોલીસ કર્મચારી), આફતાબ પઠાણ અને અન્ય એક અજ્ઞાત શખ્સ સામેલ છે
બે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ
પોલીસે આમાંથી બે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે હવાલદાર યાજ્ઞિક ચાવડા અને અન્ય એક આરોપી હજી ફરાર છે. તેમની શોધખોળ તીવ્ર કરવામાં આવી છે.
હવાલદાર યાજ્ઞિક ચાવડા સસ્પેન્ડ
આ સમગ્ર કેસમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડાની ભૂમિકાને ગંભીર માની, પોલીસે તેને સસ્પેન્ડ કરી દીધા છે. તેમ પર અપહરણ અને ખંડણી જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ છે.
પોલીસ દ્વારા તપાસ તેજ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગે તપાસ શરુ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓએ SOG પોલીસની ખોટી ઓળખ આપી ગુનો આચર્યો હતો, જે કેસને વધુ સંવેદનશીલ બનાવે છે.
આ પણ વાંચો--- Vadodara : શહેર પોલીસની 100 કલાકની ડ્રાઇવમાં 600થી વધુ આરોપીને શોધી 300થી વધુ આરોપીના ડોઝીયર્સ તૈયાર કરાયા