કરજણ : ઉનાળુ વેકેશનમાં બાળકો ગમ્મત સાથે સહજ જ્ઞાન મેળવે તે હેતુથી કોસ્મો ફઉન્ડેશન દ્વારા કરજણ તાલુકાનાં 9 ગામ (કંડારી, સીમળી, કોઠીયા, કરજણ, કરમડી, ચોરંદા, કણભા, બોડકા, સંભોઈ)નાં ભૂલકા માટે 10 દિવસીય બાળ સહજ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. જેમાં 700થી વધુ બાળકોએ ભાગ લઇ યોગ, ધ્યાન, વૈજ્ઞાનિક પ્રવૃત્તિ, દૈનિક અંગ્રેજી સંવાદ, શબ્દરમત, વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ, લખોટી અને ભમરડા જેવી પ્રાચીન રમતો, મોબાઇલ મેનર્સ, સાઇબર સેફ્ટી, નકશાની સમજ, માટીકામ, પોપેટ બનાવટ, ઊનમાંથી ફૂલો બનાવવાની કળા તેમજ વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિના પાઠ શીખ્યા હતા. કેમ્પના અંતિમ દિવસે બાળકો દ્વારા શીખેલ વિવિધ પ્રવૃત્તિનું પ્રદર્શન સાથે જ આનંદમેળો યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા નાની- નાની વાનગીઓની દુકાનો ખોલીને વ્યવસાય, આયોજન, ગ્રાહક વ્યવહાર, જવાબદારી અને નાણાકીય સમજના પ્રાથમિક પાઠ શીખ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: