કરજણ તાલુકાના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા ડભોઇ ખાતે જવું પડતુ હતું. ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડ પરીક્ષામાં હાલાકીનો સામનો કરવો પડતો હતો.


જે અંગે રજૂઆત એકતા મંચના અધ્યક્ષ મીનેશ પરમારને કરતા એકતા મંચના અધ્યક્ષસ્થાને ગત તા.12 ડિસેમ્બરે વડોદરા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં વહીવટી અધિકારી એસ.બી.સંગાડા અને શિક્ષણ ઇન્સ્પેક્ટર અધિકારી બી.જે.વણઝારાને રૂબરૂ મળીને લેખિત તથા મૌખિક રજૂઆત કરી કે મારા તાલુકાના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા આપવા માટે ડભોઇ ખાતે જવું પડે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમય અને નાણાંનો વ્યય થાય છે. પરીક્ષાનો મહત્વનો સમય આવવા જવા માં વેડફય જાય છે. દર વર્ષે વિધાર્થીઓ અને વાલીઓ બોર્ડ ની પરીક્ષા માટે પારાવાર મુશ્કેલી વેઠી પડે છે.

હાલ માં કરજણ તાલુકામાં ધો.11 અને 12 સાયન્સ માટે શાહ એન.બી.સા. હાઈસ્કૂલ, કરજણ, સરસ્વતી વિદ્યાલય, કરજણ પબ્લિક સ્કૂલ, વલણ હાઈસ્કૂલ અને સાંસરોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કાર્યરત છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં અને ઉજ્જવળ ભવિષ્ય માટે આવનારી ધો.12 સાયન્સની પરીક્ષા માટે કરજણ તાલુકા મથકે બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવામાં આવે એવી રજૂઆત વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે મિનેષ એડવોકેટે કરી હતી. જે રજૂઆતને ગ્રાહ્ય રાખી તા. 1-1-2025ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ કરજણ ખાતે બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર ફળવ્યું છે. વિદ્યાર્થીવર્ગમાં ખુશીની લહેર જોવા મળી છે. વિદ્યાર્થી અને વાલીઓને ડભોઇ સુધી પરીક્ષા આપવા માટે જવું નહીં પડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: