19

સાવલી બાર એસો. દ્વારા ભાડા વિધેયક સામે ઉગ્ર વિરોધ કરી કોર્ટ પરિસર બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી સરકારના પૂતળા દહનનો પ્રયાસ કરાતાં પોલીસ દોડી આવી હતી. ઉત્તેજનાસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

સાવલી બાર એસો. દ્વારા ભાડા વિધેયક 2026નો ઉગ્ર વિરોધ કરાઇ રહ્યો છે. સાવલી કોર્ટ પરિસર બહાર વકીલોએ એકત્રિત થઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ ભાડા વિધેયકનો વિરોધ કરતાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. સાવલી બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકીલો કોર્ટ પરિસરની બહાર એકત્ર થયા હતા. ભાડા વિધેયકના વિરોધમાં વકીલોએ સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન વકીલો દ્વારા વિરોધના ભાગરૂપે ગુજરાત સરકારના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરાયો હતો. પૂતળું સળગાવવાનો પ્રયાસ થવાની જાણ થતાં સાવલી પોલીસ પણ તાત્કાલિક કોર્ટ પરિસર ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરાયો હતો. પૂતળું સળગાવતાં રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના પગલે કોર્ટ પરિસરની બહાર થોડા સમય માટે વિરોધ અને પોલીસની હાજરીને કારણે માહોલ ગરમાયો હતો. ઉત્તેજના ફેલાઈ હતી. વિરોધ દરમિયાન વકીલોએ ભાડા વિધેયક પરત ખેંચવા સહિતના મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો