સાવલી તાલુકામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત સમગ્ર તાલુકાના ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે સાથે સાથે નલ સે જલ યોજના ની પાઇપ લાઇન મેવલી થી ધનતેજ જતી પાઇપલાઇનમાં લીકેજ થી ભંગાણ પડતા હજારો લિટર પાણી વેડફઈ રહ્યું છે અને પાણી પુરવઠા વિભાગની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે એક બાજુ સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયા વાપરીને પ્રજાને પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે પરંતુ કેટલાક અધિકારીઓની મીલીભગત અને લાલિયા વાડીના કારણે જનતા સુધી લાભ પહોચતો નથી અને પરિણામે પ્રજા સરકારને માથે દોષનો ટોપલો ઢોળે છે પરંતુ તંત્રની લાપરવાહીના કારણે કરોડો રૂપિયા પાણીમાં જાય છે મેવલી થી ધનતેજ જતી લાઇન લીકેજ થતાં પાણી પડતર જગ્યામાં વહી રહ્યું છે એક તરફ્ તાલુકાના કેટલાય ગામોમાં પાણી માટે વલખાં મારી રહ્યા છે, અને કેટલાક ગામોમાં બે દિવસે પીવાનું પાણી તો કેટલાક ગામોમાં અઠવાડિયે પીવાનું પાણી પહોંચે છે તો બીજી તરફ્ પીવાના પાણીનો બેફામ બગાડ થતો જોવા મળી રહ્યો છે તેના પગલે પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે ઉઠયા સવાલો છે અને લીકેજ ને તાત્કાલિક બંધ કરી પાણીનો બગાડ અટકાવવાની માંગ ઉઠી છે. આ બાબતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પ્યારેસાહેબ રાઠોડ એ જણાવ્યું હતું કે સરકારની આટલી મહત્વની અને કરોડો રૂપિયા ની યોજના પ્રજા માટે છે પરંતુ પાણી ની લાઈન નાખ્યા પછી કોઈપણ પ્રકારનું મોનિટરિંગ કે સુપર વિઝન થતું નથી અને કોંગ્રેસ પાર્ટી હંમેશા પ્રજાના મુદ્દા ઉપાડીને આંદોલન કરી રહી છે પરંતુ સરકાર અધિકારીઓથી દબાઈ છે કે અધિકારીઓ સરકારથી દબાઈ છે તે સમજમાં આવતું નથી અને પરિણામે પ્રજાને વેઠવાનો વારો આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો