સાવલી તાલુકાના મંજુસર જીઆઈ ડી સી માં આવેલ નિર્જન સ્થળે સાવલીના ચાર પોલીસ સ્ટેશનના જપ્ત કરાયેલ વિદેશી દારૂનો રૂા.2.17 કરોડથીવધુની કિંમતની 90,965 બોટલ્સનો રોલર ફેરવીને નાશ કરાયો હતો. તાલુકાના સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના અંતર્ગત જપ્ત કરાયેલ દારૂનો મંજુસર ખાતે કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરાયો હતો. કોર્ટ તથા સંબંધિત કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ કામગીરી હાથ ધરાઇ હતી. પોલીસ વિભાગ દ્વારા આપેલી માહિતી મુજબ, કુલ રૂા. 2 કરોડ 17 લાખ 95 હજારની કિંમતના દારૂનો નાશ કરાયો હતો. આ કામગીરી દરમિયાન કુલ 90,965 દારૂની બોટલોનો સુરક્ષિત રીતે નિકાલ કરાયો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન DySp પ્રાંત અધિકારી ચારે પોલીસ મથકનાPIતેમજ સ્ટાફ્ અને આબકારી નશાબંધીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ગ્રામ્ય પોલીસની દેખરેખ હેઠળ કામગીરી સંપન્ન કરાઇ હતી. જપ્ત મુદ્દામાલના સુરક્ષિત નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી. મંજુસર ખાતે એકસાથે ચાર પોલીસ સ્ટેશનના જપ્ત દારૂનો વિપુલ માત્રામાં ઝડપાયેલા જથ્થાને રોલર ફેરવીને નાશ કરાયો હતો

Kachchh News : આડેસરમાં હોટેલનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, હવે આ જમીન પર નવું પોલીસ સ્ટેશન બનશે









