સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ ગણપતપુરા ગામે 3 અલગ અલગ દરોડામાં પોલીસે કુલ 4054 નંગ વિદેશી દારૂની બોટલની કિં. રૂા.7, 65, 411ના મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે દારૂનો વેપલો કરનાર ત્રણ ઈસમને ફરાર જાહેર કરીને તપાસ હાથ ધરી છે. સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકના પીઆઇ વી સી પરમાર દ્વારા દિવાળીના તહેવારો ટાણે વિદેશી દારૂનો ધંધો કરતા ઈસમો પર તવાઈ કરીને સપાટો બોલાવ્યો હતો. જેમાં ગણપતપુરા ગામે રહેતા વિજય ઉર્ફે નટુ સના ઠાકોર (રહે ગણપતપુરા હનુમાનજી મંદિર પાસે તાજી વડોદરા)ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા કુલ 2165 નંગ વિદેશી દારૂની બોટલ રૂા.4,48,553નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં મનોજ ઉર્ફે મેલો રાજુ ઠાકોર (રહે ગણપતપુરા તાજી વડોદરા)ના મકાનમાં દરોડો પાડતા કુલ તે 1333 નંગ વિદેશી દારૂની બોટલ રૂા.2,02147નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ત્રીજા દરોડામાં અમરસિંહ નટુભાઈ ચાવડા (રહે ગણપતપુરા તાજી વડોદરા)ના મકાનમાંથી 556 નંગ વિદેશી દારૂની બોટલ રૂા.1,14,711નો મુદ્દે માલ કબજે કર્યો હતો. સાવલી પોલીસે 3 અલગ-અલગ બરોડા ગણપતપુરા ગામેથી પાડીને કુલ 4054 નંગ વિદેશી દારૂની બોટલો રૂા.7,65,411નો મુદ્દામાલ કબજે કરી વિજય ઉર્ફે નટુ શના ઠાકોર (રહે ગણપતપુરા હનુમાનજી મંદિર પાસે પ્રાથમિક શાળાની બાજુમાં તાજી વડોદરા), મનોજ ઉર્ફે મેલો રાજુ ઠાકોર (રહે ગણપતપુરા તા જી વડોદરા) અને અમરસિંહ નટુ ચાવડા (રહે ગણપતપુરા તાજી વડોદરા) ત્રણેને ફરાર જાહેર કરીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો