ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ વડોદરા માટે એક ઐતિહાસિક ક્ષણ બને એ માટે નવનાથ મહાદેવ પૈકી કમાટીબાગ પાછળ કામનાથ મહાદેવ ખાતે પ્રથમ વખત વિશ્વામિત્રી નદીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ માટે ગુરુ અને નદીની વંદના કરવાના ભાવ સાથે કાર્યક્રમ યોજવામાં આવશે. શહેરના પ્રતિષ્ઠિત પંડિતો-બ્રાહ્મણો દ્વારા પવિત્ર મંત્રો અને શ્લોકોનું ઉચ્ચારણ કરાશે. ત્યારબાદ 108 દીવડાથી વિશ્વામિત્રીની મહાઆરતી કરવામાં આવશે. શિવ ભક્ત અને પૂર્વ કોર્પોરેટર રૂપલબેન મહેતાએ વધુમાં ઉલ્લેખ્યું હતું કે જેમ ગંગા, યમુના અને નર્મદાની મહાઆરતી કરાય છે. એમ, વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીની પૂજાનો પ્રારંભ કરાશે. મહાઆરતી દરમિયાન નદીને સ્વચ્છ રાખવાનો અને તેનું જતન કરવાનો સંદેશ પણ આપવામાં આવશે.
