શુક્રવારે કરજણ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેની શરૂઆતમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં વિવિધ સમિતિના હોદ્દેદારો અને સભ્યોના મેન્ડેટ આપ્યા હતાં. મેન્ડેટ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી જયદિપસિંહ ચૌહાણ લઈને આવી પહોંચ્યા હતાં.


આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચના કરાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ચિરાગ નવીન પટેલની નિમણૂક કરાઈ હતી. સમિતિના 8 સભ્યમાં અમિતાબેન વસંત પટેલ, હીરાબેન લાલજી વાળંદ, સ્નેહલબેન સંદીપ પ્રજાપતિ, ઈરફન અબ્દુલ દિવાન, ધર્મેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, જ્યોત્સનાબેન અજીતસિંહ રાજ, ધરા હર્ષ વ્યાસ અને હેતલબેન મહેશ વસાવાની વરણી કરાઈ હતી. જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઉમેશ રમેશ વસાવા અને સમિતિના ચાર સભ્યોમાં કેસુર ચતુર રાઠોડ, જયેશ વિનુ રોહિત, સંગીતાબેન જયદીપસિંહ વસાવા તેમજ હેતલબેન મહેશ વસાવાની વરણી કરાઇ છે. ચૂંટાયેલા ચેરમેન અને સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. હોદ્દેદારોએ વિકાસને વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: