સાવલી તાલુકાના લામડાપુરા ગામના મહિલા સરપંચના માથાભારે પુત્ર દ્વારા સામાન્ય બોલાચાલી મુદ્દે ભાડૂતી ગુંડાઓને તલવાર લાકડી જેવા મારક હથિયારો બોલાવીને વાહનોમાં તોડફેડ કરાવીને આંતક મચાવતા સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ઘટનાનો વીડિયો વાઇરલ થતાં ચર્ચા જાગી છે. જ્યારે સમગ્ર ગ્રામજનો ગામમાં આંતક ફેલાવનાર તત્વોને કડક સજા કરવા માંગ કરી રહ્યાં છે.


ગ્રામજનો દ્વારા જાણવા મળ્યા મુજબ, લામડાપુરા ગામના મહિલા સરપંચ શારદાબેન પરમારના પુત્ર ઉપેન્દ્ર ઉર્ફે મુન્નો રમણ પરમાર અને રમેશ ચંદુ પરમારને સામાન્યબાબતે બોલાચાલી થઇ હતી. જેમાં સત્તાના નશામાં ચકચૂર થઈને મુન્ના પરમારે ભાડૂતી ગુંડાઓને લામડાપુરા ગામે બોલાવ્યા હતા. 15થી વધુ ગુંડા તત્વોએ સમગ્ર ગામને બાનમાં લીધું હતું. મુન્ના સાથે આવેલા તત્વોએ સમગ્ર ગામમાં નગ્ન હથિયાર વડે દહેશતનો માહોલ ફેલાવ્યો હતો. વાહનોમાં ભારે તોડફેડ કર્યાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયો છે. ગ્રામજનોના બાઈક, ટેમ્પો, સ્કૂટી, પિક અપ ટેમ્પો અને આઇશર વાહનોના કાચ તોડીને ભૂક્કો કરી નાખ્યા હતા. મારક હથિયારો સાથે ગામમાં આંતક ફેલાવતા ગુંડા તત્વોને જોઈને લોકો ફફડી ઉઠયાં હતા. જ્યારે ઘટનાનો તોડફેડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ભારે ચર્ચા જાગી છે. ઘટનાને પગલે ગામમાં તણાવનો માહોલ સર્જાયો છે. તોડફેડને પગલે હજારો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન મનાઈ રહ્યું છે. સમગ્ર મામલો મંજુસર પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ ધરી છે. જ્યારે ભોગ બનનાર પરિવારના સભ્ય હાર્દિક પરમારે સમગ્ર મામલે સરપંચ પુત્ર મુન્ના પરમાર વિરુદ્ધ આક્ષેપ કરીને પોલીસ કાર્યવાહી સામે પણ આક્ષેપ કર્યા છે. વાઇરલ વીડિયો અને પુરાવાના આધારે તપાસ કરીને ભાડૂતી ગુંડાઓને કડક સજા કરવા માંગ કરી છે. સાવલી પોલીસે હાલ સમગ્ર દિશામાં તપાસ શરૂ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે સાવલીને યુપી બિહાર સમજી કાયદો હાથમાં લેતા તત્વોને સબક શીખવાડવા કડક કાર્યવાહીની માંગ કરાઇ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: