વાઘોડિયા : વાઘોડિયા નગરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને નગરને સુંદર બનાવવાના ઉપદેશ સાથે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહી જાતે સફાઈ કામગીરીમાં જોડાઈને ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ સ્વચ્છતા ઝુંબેશ વાઘોડિયા નગરના ST ડેપોથી શરૂ થઈને જય અંબે ચોકડી સુધી યોજવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાન દરમિયાન નગરના મુખ્ય માર્ગો પરથી કચરો દૂર કરી સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાનો અને પર્યાવરણને સ્વચ્છ રાખવાનો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ બ્રિજેશ ગોસ્વામી, ભાજપ સંગઠન પ્રમુખ જયભાઈ જોશી અને તેમની સમગ્ર ટીમ, નગરપાલિકાના તમામ કોર્પોરેટરો ભાઈઓ તેમજ બહેનો તેમજ સ્થાનિક સફાઈ કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો