વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થા દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને અનોખો વિશ્વવિક્રમ સર્જાયો હતો. આ અભૂતપૂર્વ સિદ્ધિની નોંધ ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે.

આ વિશ્વવિક્રમમાં વિશ્વભરના 15,000થી વધુ બાળ-બાલિકા સહિત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાએ પણ સફ્ળતાપૂર્વક મુખપાઠ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે BAPSના સ્થાપક પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિશ્વવિક્રમમાં સહભાગી બનેલા તમામ બાળ-બાલિકાઓને ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો તથા સિગ્મા યુનિવર્સિટીના ડિરેક્ટર હર્ષભાઈ શાહ દ્વારા પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ઉપસ્થિત સંતો અને આગેવાનોએ બાળકોની આ યાદગાર સિદ્ધિને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક શિક્ષણનું જીવંત ઉદાહરણ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાઓની આ નોંધપાત્ર સિદ્ધિ સમગ્ર જિલ્લા માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બની હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો