સાવલી ખાતે તાલુકા હેલ્થ કચેરી સાવલી ખાતે જીલ્લા વિકાસ અધિકારી વડોદરાની અધ્યક્ષતામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નેશનલ લોન્ચ ઓફ્ ટીબી જોશ કાર્યક્રમનું લાભાર્થીને જીવંત પ્રસારણ બતાવ્યું હતું

આજરોજ તાલુકા બ્લોક હેલ્થ સેન્ટર ખાતે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિનાક્ષીબેન ચૌહાણ, આરોગ્ય શાખા વડોદરાના માર્ગદર્શન હેઠળ NATIONAL LAUNCH OF TBJOSH કાર્યર્ક્મ લાભાર્થીઓને જીવંત પ્રસારણ થકી બતાવવામા આવ્યું હતું આ પ્રસંગે ડો.જ્યોતીબેન ગોમ્બર (ડી.ટી.ઓ), ડો સંજય પરીખ (મે.ઓ. આર.ડી.ડી), ડો.હેમસિંગ રાઠોડ (ડીક્યુએમઓ), તાલુકા વિકાસ અધિકારી સાવલી, તાલુકા આરોગ્ય અધિકારી સાવલી હાજર રહેલ હતા. આ પ્રસંગે દીપક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 25 ટીબી ના લાભાર્થીઓને પોષણ કીટ આપેલ છે. અને એન.ટી.ઈ.પી અંતર્ગત 2030 સુધી પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ટી.બી. મુક્ત પંચાયતોને પ્રમાણપત્ર જીલ્લા વિકાસ અધિકારી દ્વારા એનાયત કરાયા હતા. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી વડોદરા દ્વારા લોકોને ટી.બી. રોગને નાથવા અને તેનાથી સમાજને મુક્ત કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને આ રોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો