ડેસર : ડેસરની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ખેલેગા ભારત, જીતેગા ભારતની થીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઇ હતી. યુનિ.ના કુલપતિના અધ્યક્ષસ્થાને યુનિ.ના વિવિધ વિભાગના અધ્યક્ષ, અધ્યાપક, સ્ટાફ્ તેમજ મોટી સંખ્યામાં અને ખેલાડી ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રસંગે કુલપતિ ડૉ. મનીષ રાવલે ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. ફ્ટિનેસના બ્રાન્ડ એમ્બેસેડર બની સ્વાસ્થ્ય અને ફ્ટિનેસ અંગે જાગૃતિ ફેલાવવા આહવાન કર્યું હતું. જેનું આયોજન સ્પોર્ટ્સ ડિરેક્ટર ડૉ. રણછોડ રથવી દ્વારા કરાયું હતું. જેને ડૉ. યજુવેન્દ્રસિંહ જેઠવા, ડૉ. પાલાભાઈ કારીયા, બિપુલભાઈ સોલંકી, પારસ બારોટ, હર્ષ શાહ સહિતનાએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમની આભારવિધિ ડૉ. મહેશકુમાર મહીડા દ્વારા કરાઇ હતી. જ્યારે કાર્યક્રમનું એન્કરિંગ કું. ક્રિષા ધડ્વાલે કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો