વડોદરાના કરજણમાં કંડારી ગામે ખાનગી બસે પલટી મારતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, બસ કૂદીને ખેતરમાં ઘૂસી ગઈ હતી અને પલટી મારી હતી, તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોઈ શકે છે, તો પોલીસે પણ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


વડોદરાથી સુરત તરફ જતી બસને નડ્યો અકસ્માત

કરજણ ને.હા 48 ઉપર કંડારી ગામ પાસે ખાનગી બસે પલટી મારતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને કંડારી પાસે ડિવાઈડર કૂદીને બસ ખેતરમાં ઘૂસી હતી, વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, વડોદરાથી ભરૂચ રોડ ઉપર સુરત તરફ જતી બસનો સર્જાયો અકસ્માત, તો ઈજાગ્રસ્તોને વડોદરા સારવાર માટે ખસેડાયા છે.

પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લીધા

તો ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ઉમટયા હતા અને બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી છે, બસ ખાનગી છે અને મુસાફરો કોણ કોણ હતા તેને લઈ તપાસ શરૂ કરી છે, શું ડ્રાઈવરે કોઈ નશો કરીને બસ ચલાવી છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે, ઈજાગ્રસ્તોને સારૂ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.


આ પણ વાંચો : Railway News : તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર, અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 18 ડિસેમ્બરથી લાગુ



  • Follow us on: