રાજસ્થાનના ચુરુમાં ભારતીય વાયુસેનાના જગુઆર ફાઈટર જેટના અકસ્માતમાં ટેકનિકલ ખામીને કારણે પાયલોટે જીવ ગુમાવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી વ્યથિત થઈને જૈનિલે ભવિષ્યમાં આવી જાનહાનિ રોકવાના દ્રઢ સંકલ્પ સાથે આ મિકેનિકલ બેકઅપ તૈયાર કર્યું છે.


ALCAS' મોડેલ પાયલોટો માટે મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડશે

ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગના આ છાત્રની સિદ્ધિને 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન મળ્યું છે. હાલ તે આ ટેકનોલોજીને ભારતીય વાયુસેનામાં અમલી બનાવવા DRDO સાથે સહયોગ કરી રહ્યો છે.જૈનિલે ફાઈટર પ્લેનની કેનોપી એટલે કે કોકપિટ લોકિંગ સિસ્ટમની ગંભીર ખામી શોધી તેનું સચોટ નિવારણ પ્રસ્તુત કર્યું છે. છેલ્લા ૧૫ વર્ષના વિમાન અકસ્માતોના ગહન અભ્યાસ બાદ તૈયાર થયેલું આ 'ALCAS' મોડેલ પાયલોટો માટે મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડશે.

રાષ્ટ્રીય હેકાથોનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર જૈનિલ

સામાન્ય રીતે ફાઈટર પ્લેનમાં ઈમરજન્સી સમયે જો ઈલેક્ટ્રિકલ કે હાઈડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ જાય, તો પાયલોટ સુરક્ષિત રીતે ઇજેક્ટ થઈ શકતા નથી. જૈનિલે આ સમસ્યાના ઉકેલ રૂપે એક ઓટો-લોકિંગ મિકેનિકલ બેકઅપ સિસ્ટમ બનાવી છે, જેની સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગિતા માટે તેણે પેટન્ટ પણ દાખલ કરી છે. રાષ્ટ્રીય હેકાથોનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર જૈનિલ હવે DRDOના માર્ગદર્શન હેઠળ આ ટેકનોલોજી પર કાર્યરત છે. ૧૭ વર્ષના આ કિશોરની દૂરંદેશી આવનારા સમયમાં ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલોટો માટે જીવનરક્ષક સાબિત થશે.


આ પણ વાંચો : Valsad News : વલસાડમાં જુગારની રેડમાં 41 શકુનીઓની પોલીસને હાથતાળી, ઝડપાયા માત્ર 2 આરોપી


 

  • Follow us on: