વડોદરાના હાલોલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતમાં 2ના સારવાર દરમિયાન મોત થયા છે, પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે, ઈકો કાર લઇ મેડી મદાર ગામનો પરિવાર હાલોલ જઈ રહ્યો હતો.
રોડ ક્રોસ કરતી વખતે બની ઘટના
ઇકોમાં માતા, પિતા અને પુત્રી જઈ રહ્યા હતા તે દરમિયાન જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ રેલીસ હોટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો, ઈકો કાર લઇ રોડ ક્રોસ કરતી વખતે બાઈક સાથે સર્જાયો અકસ્માત અને અકસ્માતમાં ઈકો કારમાં સવાર પુત્રી રક્ષાનું મોત થયું છે, તો અકસ્માતમાં બાઈક ચાલકનું પણ સારવાર દરમિયાન મોત થયું છે અને બાઈક પાછળ બેઠેલા લોકોને ઈજા પહોંચી હતી.













