શહેરમાં ગેસ સિલિન્ડરને લઈને કકળાટ સજર્જાયેલો છે ત્યારે એ.સી. ઓફિસોમાં બેસીને વહિવટ કરતા કલેક્ટર કચેરીના તંત્રએ મોડે મોડે પણ કુંભકર્ણની ઊંઘ ઉડાડી છે અને હેલ્પ લાઈન નંબર જારી કર્યો છે. ગેસ સિલિન્ડરને લઈને લોકોને કોઈ પણ તકલીફ હોય તો ૦૨૬૫-૨૪૨૭૫૯૨ નંબર પર કોલ કરીને ફરિયાદ કરી શકે છે.

અર્થશાસ્ત્રના નિયમ મુજબ પુરવઠો ઓછો હોય તો કિંમત વધુ થઈ જાય છે

ત્યારે જે રીતે શહેરમાં ગેસ સિલિન્ડરની તંગીને લઈને કાળાબજારીયાઓએ બ્લેક કરવાનું શરૂ કરી દીધુ છે.એ વાત અલગ છે કે, કલેક્ટર કચેરીનુ પુરવઠા વિભાગ ગુરુકૃપા ગેસ એજન્સી, મકરપુરાની એસીએમઈ એજન્સી, પાદરાની વિશ્વર ગેસ એજન્સી, અકોટાની નૃસિંહગુપા એજન્સી વિગેરે જગ્યાએ મામલતદારની ટીમોગઈ હતી, પરંતુ આ ટીમોને કંઈ વાંધાજનક મળ્યુ નહીં અને હાય હલાવતા પાછા આવ્યા હતાં. પરંતુ ગેસ એજન્સીઓના ગોડાઉનોમાં કેટલો સ્ટોક પડેલો છે ? ટેમ્પો ગોડાઉનથી નીકળે છે તો તે સીધો ગ્રાહક સુધી પહોંચે છે કે વચ્ચે કોઈ ગોલમાલ થાય છે ?

લોકોની ફરિયાદો સાંભળવા માટે તંત્ર તૈયાર થયું છે

આવુ બધુ શોધવામાં આ ટીમે જરાય દરકાર લીધી ન હતી અને માત્ર સરકારી સ્ટાઈલમાં એજન્સીઓ પર જઈને પાછા આવી ગવા હતાં. એકંદરે કાગળ પર નોકરી કરી હતી. પ્રજાલક્ષી કોઈ પ્રોગ્રેસીવ કામ થયુ ન હતું. એ.સી. ઓફિસોમાં બેસીને વહિવટ કરતા કલેક્ટર કચેરીના તંત્રના અધિકારીઓએ હવે કુંભકર્ણની ઉંથ ઉડાવવી પડે છે. હવે તંત્રએ હેલ્પ લાઈન નંબર જારી કર્યો છે અને લોકોને ગેસ સિલિન્ડરને લઈને કોઈ પણ ફરિયાદ હોય તો આ નંબર પર નોંધાવી શકે છે. આખરે તંત્રને સદબુદ્ધી સુઝી છે. લોકોની ફરિયાદો સાંભળવા માટે તંત્ર તૈયાર થયું છે.


આ પણ વાંચો : Surat News : સુરતમાં ઈન્સ્ટન્ટ લોનની લાલચ આપી ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો, પ્રોસેસિંગ ફી પેટે 799 રુપિયા પડાવતો