ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તા.૧૧મીના રોજ રવિવારે યોજાનારી વન ડે મેચ દરમિયાન અભેદ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા માટે બુધવારે રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક અને પાર્કિંગ સહિતના મુદ્દે બીસીએના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મેચ જોવા માટે ૩૦,૦૦૦ પ્રેક્ષકો આવનાર હોવાથી તે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું છે.


પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી

શહેર નજીક કોટંબી ખાતે બીસીએના ગ્રાઉન્ડ પર ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે તા.૧૧મીના રોજ વન ડે મેચ યોજાનાર છે. આ મેચમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવનાર ક્રિકેટરોની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે રેન્જ આઇજી સંદિપસીંઘ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ગ્રાઉન્ડ પર એન્ટ્રી ઍકિઝટ સહિતના રસ્તાઓની મુલાકાત લીધી હતી. ડ્રેસિંગ રૂમમાંથી ગ્રાઉન્ડ પર જવા-આવવાના રસ્તાની પણ મુલાકાત લીધી હતી.

આ માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ ચર્ચા કરી હતી પોલીસે

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બીસીએના પ્રમુખ પ્રણવ અમીન સહિતના પદાધિકારીઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેલાડીઓ, પ્રેક્ષકોની સુરક્ષા વ્યવસ્થા માટે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત મેચના દિવસે ટ્રાફિક નિયમન અને મેચ જોવા આવનાર માટે પાર્કિંગ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ગ્રાઉન્ડ પર પોલીસ શ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરનાર છે. આ માટે ૨૦૦૦ પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વડોદરા આવ્યો હતો

કોટંબી ખાતે BCA સ્ટેડિયમમાં ભારત અને NZની ODI મેચ માટે આજે કિંગ કોહલીની હરણી એરપોર્ટ ખાતે ગ્રાન્ડ એન્ટ્રી થઈ હતી. એરપોર્ટ પર મોટી સંખ્યામાં એકગ થયેલા ફેન્સે પ્રિય ખેલાડીને ઘેરી લીધો હતો. જેથી સર્જાયેલી અરાજકતા વચ્ચે વિરાટને બહાર કાઢી કારમાં બેસાડતા સિક્યોરિટીના સ્ટાફને પરસેવો પડ્યો વડોદરામાં રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વન-ડે મેચ રમાવાની છે. આ મેચ માટે આજે સ્ટાર ખેલાડી અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વડોદરા આવ્યો હતો.

વિરાટને પોલીસ એસ્કોટિંગમાં ગોત્રી વિસ્તારની હયાત હોટલ ખાતે થઈ જવાયો હતો

હરણી એરપોર્ટ પર વિરાટની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સનો જમાવડો થયો હતો. એરપોર્ટથી બહાર નીકળેલા વિરાટને જોતા જ તેના ફ્રેન્સ બેકાબૂ થવા હતાં. કેટલાક ફેન્સે સેલ્ફી લેવા વિરાટ તરફ દોડી ગયા હતાં. એક તબક્કે ફ્રેન્સે કોહલીને ઘેરી લીધો હતો. દરમિયાન કોહલી.કોહલી...ની બૂમો વચ્ચે ધક્કામુક્કીને પગલે અરાજકતા સજાઈ હતી. જેના પગલે સુરક્ષા કર્મચારીઓનું પ્રેશર વધી ગયું હતું. સુરક્ષાના સ્ટાફે ભારે જેહમત બાદ વિરાટને કોર્ડન કરી કારમાં બેસાડયો હતો. ત્યારબાદ વિરાટને પોલીસ એસ્કોટિંગમાં ગોત્રી વિસ્તારની હયાત હોટલ ખાતે થઈ જવાયો હતો.

બીજી તરફ, વિરાટની એન્ટ્રી બાદ એરપોર્ટ પર બીજા ખેલાડીઓ માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા વધારાઈ હતી

દરમિયાન સાંજના સમયે ભારતના યુવા બેટ્સમેન શુભમન ગીલ તેમજ ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઈકલ બેસવેલ, હેનરી નિકોલસ, ડેવોન કોનવે અને માઈકલ રાય સહિતના ખેલાડીઓ પણ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતાં. મોડી સાંજની ફ્લાઈટમાં કેપ્ટન કે.એલ.રાહુલ, રોહિત શર્મા અને હર્ષિત રાણા સાથે કોચ ગૌતમ ગંભીરનું પણ વડોદરામાં આગમન થયું હતું. ઉલ્લેખનિય છે કે, એરપોર્ટ પર ભીડને કારણે બીજા મુસાફરોને પાલાકી પડી હતી.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ


  • Follow us on: