વડોદરામાં નકલી પીએસઆઈ દંપતીની ધરપકડ કરવામાં આવી છે, લારીવાળાએ પૈસા માગતા નકલી PSIની પત્નીએ ધમકાવ્યો અને બાઇકચાલકને પણ ભાડુ ન ચૂકવી ઠગાઇ કરી છે, પોલીસે નકલી PSI બકુલની ધરપકડ કરી માફી મગાવી છે.
દંપતીએ ખાણીપીણીની લારી ઉપરાંત રેપિડો વાળાને પણ ચોપડયો ચુનો
વાડી પોલીસ સ્ટેશન પીએસઆઇ નલવાયા બોલુંછું તેમ કહી લારીવાળા પાસે પાર્સલ પેક કરાવ્યું અને લારીવાળાએ 140 રૂપિયાનું બિલ લેવા વારંવાર કર્યા હતા ફોન અને ફોન નકલી પીએસઆઇની પત્નીએ ઉપાડી પૈસા માગતા શરમ નથી આવતી તેવો આપ્યો જવાબ લારીવાળાને આપ્યો હતો તો રેપીડો બાઈક ચાલક ને પણ 40 રૂપિયાનું ભાડું નહીં ચૂકવી લગાવ્યો હતો ચૂનો, બંને ફરિયાદીએ અંતે બાપોદ પોલીસ સ્ટેશનમાં નકલી પીએસઆઇ દંપતિ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ.
પોલીસે નકલી પીએસઆઇ દંપત્તિની કરી ધરપકડ
નકલી પીએસઆઇ બનનાર બકુલ હરીજન પાસે પોલીસે કરાવી ઉઠક બેઠક અને ઉઠક બેઠકમાં પોલીસે આરોપી પાસે મંગાવી માફી, આરોપીઓએ પોલીસમાં નથી તેમ છતાં પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી છે. બાપોદ પોલીસે આરોપી બકુલ જશુભાઈ (ઉં.વ.27) અને તેની પત્ની રશ્મિબેન બકુલભાઈ (ઉં.વ.27), (બંને રહે. હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરી છે અને બન્નેની ધરપકડ કરી છે.









