બરોડા ડેરીની ડિરેક્ટરની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ છે. જેમાં ડેરીના પૂર્વ ચેરમેન દિનુ મામા સહિત ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીતી ગયાં છે. આ ચૂંટણીમાં 14 બેઠકો માટે કૂલ 55 ફોર્મ ભરાયા હતાં. જેમાં ચકાસણીના અંતે ચાર ઉમેદવારો બિનહરિફ જીત્યા હતાં. હવે કૂલ 9 બેઠકો પર આગામી સાતમી માર્ચે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
દિનુ મામા આ વખતે ફરી વાર બિનહરિફ જીત્યા
બરોડા ડેરીના પર્વ ચેરમેન દિનુ મામા આ વખતે ફરી વાર બિનહરિફ જીત્યા છે. આ ઉપરાંત નસવાડી બેઠક પરથી ઉપ પ્રમુખ જી.બી. સોલંકી બિનહરિફ થયા હતાં. સંખેડા બેઠક પર વર્તમાન ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલ, છોટા ઉદેપુર બેઠક પર સંગ્રામસિંહ રાઠવા પણ સામેના ઉમેદવારના ફોર્મ રદ થતાં બિનહરિફ જીત્યાં છે.













