રાજ્યમાં સહકારી મંડળીઓની ચૂંટણી યોજવી જરુરી છે અને મુદત પૂરી થવાના 90 દિવસ પહેલા ચૂંટણી યોજવી જરુરી છે, વડોદરા ડેરીએ આદેશનું પાલન ન કરતા હાઇકોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે અને હાઇકોર્ટે રાજ્ય સરકાર અને વડોદરા તંત્રની ઝાટકણી કાઢી છે. રાજ્યની સહકારી મંડળીઓની મુદત પૂરી થવાના 90 દિવસ પહેલાં ચૂંટણી યોજવાના સ્પષ્ટ આદેશ છતાં વડોદરા ડેરીના કિસ્સામાં તેનું પાલન ન થતા ગુજરાત હાઈકોર્ટે આકરા તેવર અપનાવ્યા છે.


[[$googlead]]

વડોદરા જિલ્લા વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી કોર્ટે

જસ્ટિસ ભાર્ગવ કારીઆ અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટના તિરસ્કાર બદલ હાઈકોર્ટે આ કેસમાં રાજયના સહકાર સચિવ, સહકાર વિભાગના રજિસ્ટ્રાર મીતેશ પંડયા, વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, મદદનીશ કલેકટર ઐશ્વર્યા દુબે અને જિલ્લા સહકારી રજિસ્ટ્રાર નીલમબેન ચાવડાને આવતીકાલે હાઇકોર્ટ સમક્ષ રૃબરૃ અથવા વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા ફરમાન કયું હતું.

સરકારી સ્ટાફ SIRની કામગીરીમાં રોકાયેલો ચૂંટણીમાં વિલંબ થયો છે

કોર્ટની કાર્યવાહીથી બચવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડી તમામ સહકારી સંસ્થાઓની મુદત ૬ મહિના વધારી દીધી હતી. જોકે, હાઈકોર્ટે આ દાવને ફગાવતા જણાવ્યું કે, "કયા કાયદા હેઠળ આવું જાહેરનામું બહાર પાડયું? ચૂંટણી ટાળવા માટે સરકારના આવા નોટિફિકેશન કાયદાની દ્રષ્ટિએ ટકી શકે તેમ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મુદત વધારવાથી હાઈકોર્ટના હુકમનો જે અનાદર થયો છે તે ગુનો ભૂંસાઈ જતો નથી. 'આ લોકસભાની ચૂંટણી નથી કે સ્ટાફ ઓછો પડે' સરકાર પક્ષે એવો બચાવ કરવામાં આવ્યો હતો કે સરકારી સ્ટાફ SIR (સર)ની કામગીરીમાં રોકાયેલો ચૂંટણીમાં વિલંબ થયો છે.

[[$alsoread]]

સહકારી મંડળીમાં મતદાર યાદી મર્યાદિત હોય છે

આ દલીલ ફગાવતા કોર્ટે ટકોર કરી કે, સહકારી મંડળીમાં મતદાર યાદી મર્યાદિત હોય છે, આ કઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નથી. હાઈકોર્ટે વધુમાં ઉમેર્યું કે કાં તો સમયસર ચૂંટણી યોજવી જોઈએ અથવા વહીવટદારની નિમણૂક કરવી જોઈએ. વડોદરા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરે રજૂ કરેલા સોગંદનામામાં પણ ક્ષતિઓ જણાતા કોર્ટે ભારે ટીકા કરી હતી, જેને પગલે અધિકારીઓએ સોગંદનામા પરત ખેંચવાની ફરજ પડી હતી. આવતીકાલે આ તમામ અધિકારીઓ વિરુદ્ધ કોર્ટ 'ચાર્જ ફ્રેમ' કરશે, જેને પગલે સરકારી આલમમાં ડાટ વ્યાપી ગયો છે.

આ અધિકારીઓને આજે રૂબરૂ કે વીસી દ્વારા કોર્ટમાં હાજર રહેવા આદેશ

01-સહકાર સચિવ, ગુજરાત

02-મિતેશ પંડયા, રજિસ્ટ્રાર (સહકાર વિભાગ)

03-અનિલ ધામેલિયા, જિલ્લા કલેક્ટર, વડોદરા

04-ઐશ્વર્યા દુબે, મદદનીશ કલેક્ટર

05-નીલમબેન ચાવડા, જિલ્લા સહકારી રજિસ્ટ્રાર


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ કરતા શહેરીજનો, બપોરના સમયે થાય છે ગરમીનો અહેસાસ


  • Follow us on: