જેના પગલે વડોદરા, પાદરા, નંદેસરી, દહેજ. અંકલેશ્વર, મંજુસર -સાવલી, પાનોલી, વાપી સહિતની ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલ કંપનીઓની સપ્લાય ચેન ખોરવાઈ જવા પામી છે. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાશમાં લેવામાં આવતા ગેસનો પુરવઠો પણ ઘટી જવા કારણે થણી કંપનીઓમાં ઉત્પાદન પ્રક્રિયા ગણનાપાત્ર રીતે ખોરવાઈ જવા પામી છે.

કેમિકલ કંપનીઓની આર્થિક હાલત કફોડી બની જવા પામી છે

એક તરફ કાચોમાલની કિંમતમાં ૫૦ ટકાથી પપ ટકાનો વધારો થવા છતાં પુરતા પ્રમાણમાં ન મળવા, બીજી તરફ ઔદ્યોગિક ગેસનો પુરવઠો ઘટી જતાં કેમિકલ સેક્ટરના નાના મોટા એકમોમાં કટોકટી સર્જાઈ છે. સપ્લાય ચેન ખોરવાઇ જવાની સાથે સાથે લોજિસ્ટિક ખર્ચમાં વધારો થયો છે. કેમિકલ એકમો હાલમાં સખ્ત નાણાં ભીડ અનુભવી રહ્યા છે. વર્કિંગ કેપિટલની કટોકટી પણ આ એકમોમાં હાલ જોવા મળી રહી છે. કોરોના સમયમાં જે રીતે સરકારે વર્કિંગ કેપિટલ અંગેની રાહતો જાહેર કરી હતી તેવી રાહતો હાલની સ્થિતિમાં જાહેર કરવાની પણ માગણી ઉઠી છે.

વડોદરા દેશમાં પેટ્રોકેમિકલ અને કેમિકલને સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવે છે

કુંડ અને નેચરલ ગેસ તથા પેટ્રોકેમિકલ ઉત્પાદનો હોમુંઝની ખાડી માર્ગે આયાત થાય છે. ઓમાન, સાઉદી અરેબિયા, કતારમાંથી એમોનિયાની આયાત થાય છે. હાલમાં દેશોમાં હુમલા થઈ રહ્યા હોવાના કારણે ભારતની આયાતમાં ભારે ઘટાડો થયો છે. ફર્ટિલાઇઝરના ઉત્પાદનમાં વપરાતા એમોનિયાની આયાત પણ ગણનાપાત્ર રીતે થટી જવા પામી છે. એક તરફ એમોનિયાની અછત અને બીજી તરફ નેચરલ ગેસનો પુરવઠો પુરતા પ્રમાણમાં ન મળતા ઘણા એકમોને આગામી સમયમાં ઉત્પાદન ચાલુ રહેશે કે કેમ ? તેવો પ્રશ્ન જોવા મળી રહ્યો છે.

એમોનિયાને સંગ્રહ કરવો સરળ હોતો નથી

મુંબઈની એક અગ્રણી કંપનીએ તો મિથાઈલ - ઇથાઇલ એમાઇનનું અને ડેરિવેટિવ્સનું ઉત્પાદન એમોનિયા ગેસ ન મળવાના કારણે બંધ કરી દીધું છે. આ કંપનીના ત્રણ પ્લાન્ટ છે. બીજી એક એમોનિયા ઉત્પાદક કંપનીએ પણ એમોનિયા ન મળતાં ઉત્પાદન બંધ કર્યુ છે. એમાઈન્સની તંગીના કારમએ એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને પર્સનલ કેર ઇન્ડસ્ટ્રિઝને પણ હાલની સ્થિતિમાં ભારે પ્રત્યાઘાતી અસર પડી છે. સૂત્રો જણાવે છેકે, એમોનિયાને સંગ્રહ કરવો સરળ હોતો નથી. જે કંપની એમોનિયા ખરીદે તેને તેનો તત્કાળ ઉપયોગ કરવો પડતો હોય છે.

આવનારા દિવસો શ્રમજીવીઓ માટે પણ કપરા આવી રહ્યા હોવાના એધાણ છે

તાજેતરમાં નેપ્યા, ઇથિલીન, બેન્ઝિનના ભાવમાં વધારો થયો હોવાના અહેવાલ છે. આ તમામ ઉત્પાદનો ક્રુડના ભાવને સંલગ્ન હોય છે. ૮૭.૭ ટકા મિથેલોન પણ ભારતમાં હોમુંઝની ખાડી માર્ગે આયાત થાય છે. હાલમાં આ માર્ગમાંથી વહાણો ઘણા જ વિલંબથી આવી રહ્યા છે, જેના કારણે ઓટોમોટિવ, ફુલન્ટ અને પોલીસ્ટર ઉત્પાદનોના ભાવમાં જંગી વધારો થયો છે. પીપી, પીવીસીના ભાવ વધ્યા છે. કોન્ટ્રાકટ કામદારોની રોજગારી ભયમાં નાના કેમિકલ એકમોમાં આર્થિક સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ યુધ્ધ લાંબુ ચાલે તો ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ભાગરૂપે પણ કોન્ટ્રાક્ટ કામદારોની સંખ્યા ઘટાડવામાં આવે અથવા તો રોટેશનમાં તેમને બોલાવવામાં આવે તેમ મનાય છે. આમ આવનારા દિવસો શ્રમજીવીઓ માટે પણ કપરા આવી રહ્યા હોવાના એધાણ છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું