વડોદરામાં કરજણ ડભોઈ પેસેન્જર ટ્રેન આજથી શરૂ કરવામાં આવી છે અને 7 વર્ષ પછી કરજણ ડભોઈ ટ્રેન શરૂ કરવામાં આવી છે, નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરી ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી છે, ગાયકવાડના શાસનમાં શરૂ થયેલ ડભોઇ મિયાગામ રેલવે સ્ટેશનથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.
7 વર્ષ પછી ડભોઇ-કરજણ રેલ્વે લાઈન ફરી શરૂ
આજે સવારે 10:00 વાગ્યે ડભોઈ રેલવે સ્ટેશન પરથી મિયાગામ કરજણ માટે પ્રથમ ટ્રેન રવાના થઈ હતી. આ નવી શરૂઆતને વધાવવા માટે મિયાગામ કરજણ અને ડભોઇ એમ બંને રેલવે સ્ટેશનો પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. મિયાગામ કરજણ રેલવે સ્ટેશન પર ભરૂચના સાંસદ અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને લીલીઝંડી આપી ટ્રેન પ્રસ્થાન કરાવી હતી. જ્યારે, ડભોઈ રેલવે સ્ટેશન ખાતે યોજાનારા કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને ટ્રેનને મિયાગામ કરજણ તરફ રવાના કરી હતી.
