હાલમાં આ બ્રિજમાં અંદાજિત ૩૦૦ થી ૩૫૦ મજૂરો કામગીરી કરી રહેલ છે. એક મજૂર સેફટી સાધન પહેરીને પિયરની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય સ્થળે ન લગાવતા કામગીરી દરમિયાન અકસ્માતથી લપસીને નીચે પડેલ ગયો હતો.


ઈજાગ્રસ્ત શ્રમિકને અમદાવાદ સારવાર હેઠળ ખસેડાયો

આ દરમિયાન ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ તથા જીગરભાઈ સ્થળ પર હાજર હતા. આ ઘટનાને કારણે મજુરને કમરના ભાગમાં તથા પગના ભાગમાં ફેકચરની ઈજા થવા પામી છે. ઇજારદાર દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એમ વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

ઈજા પામેલ મજુરની તબિયત હાલમા સુધારા હેઠળ છે

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર ઇજારદાર દ્વારા નિયમ અનુસાર આ મજૂરનું ઇન્સ્યોરન્સ કરાવેલ છે તે અંતર્ગત મજુરની આ સારવાર આવરી લેવામાં આવેલ છે. જેથી આ ઘટનાને કારણે મજૂરના કૌટુંકબીજનો પર વધારાનો નાણાકીય બોજ પડ્યો નથી. હાલ મજુરની સારવાર દરમિયાન ઇજારદારનો 1 વ્યક્તિ હોસ્પિટલમાં મજૂરની સાથે સાર સંભાળ માટે રાખેલ છે. ઈજા પામેલ મજુરની તબિયત હાલમા સુધારા હેઠળ છે. આ બ્રીજની કન્સ્ટ્રક્શનની કામગીરી જરૂરી સેફટી સાથે જ કરવામાં આવે છે જેની નોંધ લેવા વિનંતી છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના જુહાપુરાનો "ડોન" અઝહર કિટલી સામે વેજલપુર પોલીસમાં નોંધાયા છે 20 ગંભીર ગુના, જાણો કેવી રીતે પોલીસે પાર પાડયું ઓપરેશન



  • Follow us on: