વડોદરાના સયાજીબાગ ઝૂ માં કોબ્રા સાપે દંશ દેતા સિંહણની તબિયત લથડી હતી અને સિંહણને સાંપ કરડ્યાનો વીડિયો આવ્યા સામે, 4 વર્ષ અગાઉ સિંહ અને સિંહણની જોડી લવાઇ હતી. કમાટીબાગમાં પ્રાણી સંગ્રહાલયમાં 5 દિવસ પહેલાં સમૃદ્ધિને મોઢાના ભાગે કોબ્રા સાપે ડંખ માર્યો હતો.


સિંહણના મૃતદેહને અગ્નિદાહ અપાયો

આ બાબતે શિડયુઅલ વન અને ટુના પ્રાણી હોવાથી પ્રોટોકોલ મૂજબ પહેલા પ્રાણીનું મોત થયા તો પીએમ કરવામાં આવે છે અને પીએમ થયા બાદ અગ્નિદાહ દેવામાં આવતો હોય છે, મહત્વની વાત તો એ છે કે, સિંહણનું મોત થવાથી ફકત ઝૂ સ્ટાફ નહી પરંતુ વડોદરાના શહેરીજનોમાં પણ શોકની લાગણી પ્રસરી હતી.

4 વર્ષ અગાઉ સિંહ-સિંહણની જોડી જૂનાગઢથી વડોદરા લવાઈ હતી

સમૃદ્ધિ અને સમ્રાટની જોડી વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં જૂનાગઢથી વડોદરા ઝૂમાં લાવવામાં આવી હતી. વર્ષ 2022માં સમ્રાટ સિંહનું પણ મૃત્યુ થયું હતું, કોબ્રા સાપ કઈ રીતે સિંહણ સુધી પહોંચ્યો તેને લઈ પણ ઝૂ વિભાગ પણ તપાસ કરી રહ્યું છે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટ બાર એસોશિએશનની ચૂંટણીનું પરિણમામ જાહેર, પ્રમુખ પદે સુમિત વોરા અને ઉપપ્રમુખ પદે સિદ્ધરાજસિંહ જાડેજા વિજેતા


 

  • Follow us on: