ખોડિયાર નગર ખાતે પણીપુરી બનાવનારને ત્યાં ચેકીંગ માટે ગઈ હતી આરોગ્ય શાખા અને લવ્લી સ્વીટ નામના વેપારીને ત્યાં મીઠાઈનો જથ્થો પડેલો જોયો અને તે ચેકીંગ કરતા એક્સ્પાયર થયેલ હોવાનું જાણવા મળ્યું છે અને આટલી મોટી માત્રામાં જથ્થો જોઈ આરોગ્ય શાખાની ટિમ પણ ચોંકી ઉઠી હતી.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાએ સપાટો બોલાવ્યો હતો
ખોરાક શાખાની ટીમોએ ખોડિયાનગર ખાતે આવેલી લવ્લી સ્વીટમાં ઓચિંતુ ચેકિંગ કરીને ત્યાંથી લાડુ, બરફી, પેંડા વિગેરેનો ૧૩,૨૦૦ કિલો ગ્રામ એક્સપાયરી ડેટની મીઠાઈ પકડી પાડી હતી. ત્રણ ટ્રક ભરાય તેટલો અંદાજે રૂ.૭.૫૦ લાખની કિંમતનો મીઠાઈના જથ્થો હતો. તેનો લેન્ડ ફીલ સાઈટ ખાતે નાશ કરાયો હતો. ખોરાક શાખાના આ સપાટાથી અખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં અખાદ્ય ખોરાક વેચાતો હોવા અંગે વારંવાર ફરિયાદો ઉઠે છે ત્યારે આ બાબતે ધારાસભ્યોએ પણ સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરેલી છે.
ત્યારે મોડે મોડે પણ હવે મ્યુનિ. કોર્પોરેશનનુ તંત્ર સપાટો બોલાવવા લાગ્યું છે
આજે કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરોએ ખોડિયાર નગર વિસ્તારમાં આવેલ પ્લોટ નં.૬૫ બમ્હાનગરમાં આકસ્મિક ચેકિંગ કર્યુ હતુ. જ્યાં જીતેન્દ્ર હરીશંકર પ્રસાદ 'લવ્લી સ્વીટ' ખાતે રેડ કરતા ત્યાંથી અખાદ્ય જેવો જથ્થો મળી આવ્યો હતો. ચેકિંગ દરમિયાન લવ્લી સ્વીટમાંથી કન્ફેક્શનરી પેંડા અંદાજે ૮૦૦૦ કિલો. કતરી અંદાજે ૭૦૦ કિલો, બરફી ૨૫૦૦ કિલો, લાડુ ૭૦૦ કિલો અને અન્ય ફેન્સી મીઠાઈ ૧૩૦૦ કિલો મળીને કુલ ૧૩,૨૦૦ કિલો ગ્રામ સ્વીટનો જથ્થો એક્સપાયરી ડેટનો હોવાની વિગતો બહાર આવી હતી. જે જથ્થાની કિંમત અંદાજે રૂ.૭,૫૦,૦૦૦ જેટલી થતી હતી. ફૂડ સેફ્ટી ઈન્સપેક્ટરોએ આ તમામ જથ્થો જપ્ત કરીને તેને જામ્બુવા ખાતેની લેન્ડ ફીલ સાઈટ ખાતે લઈ જઈને તેનો નાશ કર્યો હતો. ખોરાક શાખાના આ સપાટાથી અખાદ્ય પદાર્થનુ વેચાણ કરતા અને મીઠાઈ ફરસાણના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : Gir Somnath News : ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરતી વર્ષો જૂની સોમનાથ સંસ્કૃત પાઠશાળા