વડોદરાના પાદરામાં ગત જુલાઈ મહિનામાં મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ બ્રિજ તૂટવાને કારણે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતાં અને 22 લોકોના મોત થયા હતાં. હવે આ બ્રિજને ફરી શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં આ બ્રિજ શરૂ થવાની શક્યતાઓ છે. જૂના બ્રિજના તૂટેલા ભાગમાં સ્ટીલનું માળખુ મુકાશે. આ માળખુ તૈયાર કરી દેવાયું છે. બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ પણ કરી દેવાયું છે.
નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં
જૂના ગંભીરા બ્રિજને ફરી શરૂ કરવા માટે તૈયારીઓ કરી દેવાઈ છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં આ બ્રિજને ફરી શરૂ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ છે. જૂના બ્રિજના તૂટેલા ભાગમાં સ્ટીલનું માળખુ મુકવામાં આવશે. આ બ્રિજ માટેનું સ્ટીલનું માળખુ તૈયાર કરી દેવાયું છે. બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ પણ કરી દેવાયું છે. જૂના બ્રિજની સાથે નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.










