વડોદરામાં આગામી તા. ૨૬મી માર્ચે રામ નવમી પર્વે શહેરના હરણી વિસ્તારમાંથી નીકળતી ભગવાન શ્રી રામની શોભાયાત્રાના આયોજક વિહિપે શોભાયાત્રા ફતેપુરા ચાર રસ્તાથી પાંજરીગર મહોલ્લા થઈને કારેલીબાગ પોલીસ સ્ટેશન લઈ જવાની કરેલી માગણી અંગે રૂટ ઉપર આવતાં પાંચ પોલીસ સ્ટેશન તરફથી નેગેટિવ રિપોર્ટ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો છે.


[[$googlead]]

શોભાયાત્રા ફતેપુરા ચાર રસ્તાથી પાંજરીગર મહોલ્લા થઈને કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ જઈ રહી હતી

વિહિપની શોભાયાત્રાના રૂટમાં ફેરફાર અંગે મંજૂરી આપવી કે નહિં તે અંગે આજ સાંજ સુધીમાં પોલીસ અધિકારીઓ દ્વારા નિર્ણય જાહેર કરાશે તેમ જાણવા મળ્યું છે. તા. ૩૦મી માર્ચ ૨૦૨૩ના રોજ રામ નવમી પર્વની ઉજવણી થઈ હતી. ત્યારે હરણી વિસ્તારમાંથી નીકળેલી ભગવાન શ્રી રામની શોભાયાત્રા ફતેપુરા ચાર રસ્તાથી પાંજરીગર મહોલ્લા થઈને કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ જઈ રહી હતી. આ રૂટ ઉપર કોમી તોફાન થયું હતું. સાંજના સમયે પણ હિંસક પડઘા પડયાં હતા. ત્યાર પછી વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં રામ નવમીએ આ શોભાયાત્રા જુદા રૂટ પરથી પસાર થઈને પૂર્ણાહુતિ તરફ પહોંચી હતી. વર્ષ ૨૦૨૯માં આ અવસરે ફતેપુરા ચાર રસ્તા પરથી શોભાયાત્રા લઈ જવાની આયોજકોની માગણી છે. આ શોભાયાત્રાનો રૂટ હરણી, કારેલીબાગ, કુંભારવાડા, સિટી અને વારસિયા પોલીસની હદમાંથી પસાર થઈ રહ્યો છે.

મુસ્લિમ અગ્રણીઓ અને ધાર્મિક સંગઠનો સાથે CPએ બેઠક યોજી

રામ નવમી પર્વે શહેરના રાજમાર્ગો ઉપરથી ભગવાનની કુલ ૨૩ શોભાયાત્રાઓ પસાર થવાની છે. તે દિવસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તેમજ અધિક પોલીસ કમિશનર નિલેશ જાજડિયા તરફથી વ્યૂહાત્મક પોલીસ બંદોબસ્તની રચના કરાઈ છે. જેના ભાગરૂપે આજ રોજ મંગળવારે નમતી બપોરે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના અધ્યક્ષ સ્થાને મુસ્લિમ સમાજ તેમજ ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

[[$alsoread]]

ગેંડીગેટથી માંડવી સુધીના રૂટ પરના દબાણો દૂર કરાયાં

રામ નવમી પર્વે શહેરમાંથી નીકળનારી ભગવાન શ્રી રામની શોભાયાત્રાઓના રૂટ પર અડચણ રૂટ દબાણો વી.એમ.સી. દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કર્યા હતા. એ.સી.પી. ઈ ડિવિઝન જી.ડી. પલસાણાના વડપણ હેઠળ વાડી નાની શાક માર્કેટથી ચોખંડી તથા માંડવી સુધીના રૂટ પર શોભાયાત્રાના રૂટ પર આવતા અડચણરૂપ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

આયોજકો દ્વારા શોભાયાત્રાની તૈયારીઓ શરૂ ? પરંતુ રૂટ સામે પ્રશ્નાર્થ

રામ નવમી આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વિહીપ દ્વારા આયોજિત શોભાયાત્રાની તૈયારી શરુ કરવામાં આવી છે. આ શોભાયાત્રા કયા રુટ ઉપરથી નીકળશે તે હજુ પ્રશ્નાર્થ છે. અલબત્ત મંગળવારે રાત સુધી પોલીસ તરફથી આયોજકો સમક્ષ શોભાયાત્રાના રુટને લઈને મંજુરી અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.


આ પણ વાંચો : Gandhinagar News : વંદે માતરમ @150 વર્ષની બીજા તબક્કાની ઉજવણી કરાશે, 23 થી 31 માર્ચ 2026 સુધી રાજ્યવ્યાપી મહાઅભિયાન


  • Follow us on: