ભાજપ નેતાની ભત્રીજી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ અને ભાગેલી યુવતી 3 દિવસ બાદ તાંદલજાથી મળી આવી હતી, હિન્દુ સંગઠનોએ યુવતીને શોધી પરિવારને સોંપી છે અને પોલીસ દ્વારા યુવતીનું કરવામાં આવ્યુ કાઉન્સેલિંગ, યુવતી અને યુવક બંને સાથે કરતા હતા વકીલાત અને 6 મહિના અગાઉ જ બંનેએ કરી લીધા કોર્ટ મેરેજ.
યુવતીને શોધીને તેનુ કાઉન્સિલીંગ કરીને પરિવારને સહીસલામત રીતે સોંપી
શહેરના સમા વિસ્તારમાં રહેતી અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને એક વિધર્મી યુવાન ભગાડી ગયો હતો. એ પછી વૈષ્ણવ સમાજ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં સમા પોલીસ સ્ટેશનો પહોંચી ગયા હતાં, પરંતુ પોલીસની ઢીલી કાર્યવાહીને કારણે ભાજપના પૂર્વ શહેર પ્રમુખે નાયબ મુખ્યમંત્રીનુ ધ્યાન દોર્યું હતું. એ પછી તેમની સૂચનાથી શહેર પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી અને યુવતીને શોધીને તેનુ કાઉન્સિલીંગ કરીને પરિવારને સહીસલામત રીતે સોંપી હતી.
ઓફિસ જઉં છુ તેમ કહી યુવતી નીકળી હતી
સમા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની વૈષ્ણવ પરિવારની પૂત્રી એમ.એસ. યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરીને અગ્રણી વકીલને ત્યાં પ્રેક્ટિસ કરે છે. ગઈ તા.૫મી માર્ચના રોજ સવારે તેની માતાને હુ સરની ઓફિસે જવુ છું. સાંજે પરત આવીશ તેમ કહીને નીકળી ગઈ હતી, પરંતુ સાંજે તેનો ફોન આવ્યો કે, હવે હું ઘરે આવવાની નથી, મે લગ્ન કરી લીધા છે અને છોકરો વિધર્મી છે તેમ કહ્યું હતું. એ પછી તો વૈષ્ણવ પરિવારમાં જાણે હડકંપ જ મચી ગયો હતો. માતાએ આ બાબતની જાણ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પિતાને કહી હતી. આમ તો, તેઓ રીયલ એસ્ટેટની સાથે ભાજપના રાજકારણ સાથે જોડાયેલા છે. જેઓ વોર્ડ નં.૩ના મંત્રી રહી ચૂકેલા છે.
તેમજ તેઓ વૈષ્ણવ સમાજના સંગઠન સાથે જોડાયેલા છે
જેથી તેમણે તુરંત જ દ્વારકેશ લાલજી મહારાજનો સંપર્ક કર્યો અને તેમના કહેવાથી તુરંત જ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. વિજય શાહનો સંપર્ક કર્યો હતો. એ પછી તો યુવતીના પિતાની વ્હારે ભાજપ, વિશ્વ હિન્દુ પરિસદ, બજરંગ દળ, આરએસએસ, હિન્દુ જાગરણ મંચ, ગૌરક્ષા મંચ સહિતના હિન્દુ સંગઠનો, વવાયઓ, વીપો, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર સહિતના વૈષ્ણવ સંગઠનો તેમની વ્યારે આવ્યા હતાં. તેમાં પણ ખાસ કરીને ડૉ. વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડિયા, એડવોકેટ રોહન શાહ, શશીકાંત પરીખ સહિતનાઓએ ખુબ મદદ કરી હતી. ઉપરાંત કાર્યકરોના ટોળા જામ્યા હતાં. જોકે, શરૂઆતમાં તો પોલીસ ઢીલી કાર્યવાહી કરી રહી હતી. એ પછી ગઈકાલે ડૉ. વિજય શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ટેલિફોનીક જાણ કરી હતી. હર્ષ સંઘવીએ સૂચના આપતા શહેર પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં વિધર્મી અને યુવતીને પોલીસ શોધી લાવી હતી.
વિધર્મી યુવક પોતાનુ રહેઠાણ હાથીખાના અને તાંદલજા કહે છે
યુવતીનુ કાઉન્સિંગ કરીને તેમને તેના પરિવારજનોને સહીસલામત રીતે સોંપી હતી. સૂત્રોએ કહ્યું કે, વિધર્મી યુવક પોતાનુ રહેઠાણ હાથીખાના અને તાંદલજા કહે છે જેથી તે ચોક્કસ ક્યાં રહે છે તેની માહિતી મળી શકી નથી. યુવતી અને વિધર્મી યુવકે સાથે જ એમ.એસ.યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વકીલાતની પ્રેક્ટિવ પણ સાથે જ કરતા હતાં. જેમાં યુવતીને બહેલાવી ફોસલાવીને નિકાહ પણ પઢી લીધા હોવાનું યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જોકે, હવે યુવતી સલીસલામત રીતે પોતાના પરિવાર સાથે છે.









