રીક્ષાચાલક યુનુસ કાગદી અને કાલીબેનની ધરપકડ કરવામાં આવી છે, સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી કરતા હતા ચોરી, લોકો નિશ્ચિંત રહે તે માટે મહિલાને સાથીદાર બનાવી અને મહિલાને રીક્ષામાં સાથે રાખી ચોરીને આપતો હતો અંજામ, છેલ્લા એક મહિનામાં ચાર વખત ચોરીને આપ્યો અંજામ અને મોબાઇલ, સોના-ચાંદીના દાગીના પોલીસે કર્યા જપ્ત.
છેલ્લા 15 દિવસમાં શહેરમાં બનેલા ત્રણ સહિત કુલ 4 અનડિટેક્ટ બનાવના ભેદ ખુલ્યા છે
શહેરના જજ્વેલર્સ શોરુમ પાસે વૉચ ગોઠવીને શોરુમમાંથી નીકળતાં વયસ્કોને ટાર્ગેટ કરીને ઓટો રિક્ષામાં હાથ ચાલાકી કરીને દાગીના ચોરી લેતી એક મહિલા સહિતના બે આરોપીની આજે ક્રાઈમ બાન્ચે ધરપકડ કરી છે. જેમની પાસેથી રૂ. ૪.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. છેલ્લા 15 દિવસમાં શહેરમાં બનેલા ત્રણ સહિત કુલ 4 અનડિટેક્ટ બનાવના ભેદ ખુલ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે કારેલીબાગ ખાસવાડી સ્મશાન પાસેથી એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં ઝડપી હતી
રિક્ષા ચાલક મહંમદ યુનુસ ગુલામ હુસેન કાગદી (ઉ.વ.૫૩) (રહે, મોટી વ્હોરવાડ,વાડી) તેમજ કાલી જશપાલ લો (ઉ.વ.૪૬) (રહે, વાઘોડિયા ચોકડી પાસે, મૂળ નાગપુર, મહારાષ્ટ્ર) પાસેથી સોનાની બે જોડી બુટ્ટી, સોનાની વિટી, સોનાનો સેટ અને ચાંદીના આભુષણ મળીને રૂ. ૪.૫૨ લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જવેલર્સના શોરુમની આસપાસ રિક્ષા લઈને ઉભા રહેતા હતા
પી.આઈ. આર.જી. જાડેજાની ટીમ દ્વારા કરાયેલી પૂછપરછમાં એવી હકિકત સામે આવી હતી કે, શહેરના વિવિધ વિસ્તારના જવેલર્સના શોરુમની આસપાસ રિક્ષા લઈને ઉભા રહેતા હતા. સિનિયર સિટીઝન ગ્રાહકોને રિક્ષામાં બેસાડીને નજર ચુકવીને પર્સમાંથી સોના ચાંદીના આભુષણોની ચોરી કરવામાં આવતી હતી. જેઓની પૂછપરછમાં હરણીમાં નોંધાયેલા ગુના ઉપરાંત છેલ્લા ૧૫ દિવસના સમયગાળામાં રિક્ષામાંથી ચોરી કરી લેવાયેલા દાગીનાના ત્રણ કિસ્સાની કબુલાત કરી હતી. આરોપીઓની તલસ્પર્શી પૂછપરછ શરુ કરવામાં આવી છે.









