વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં એક ભૂવાની ભવિષ્યવાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ઘનશ્યામ ભૂવા નામના વ્યક્તિએ સુરતમાં થયેલી બેંક ચોરી મામલે અજીબોગરીબ દાવો કર્યો છે. વાઈરલ વીડિયોમાં ભૂવાજી સુરત બેંક ચોરીનું 'વડોદરા કનેક્શન' હોવાની વાત કરતા જોવા મળી રહ્યા છે.

'ચોર પકડાશે નહીં' તેવી કરી છે આગાહી

આ વાઈરલ વીડિયોમાં ઘનશ્યામ ભૂવા ભવિષ્યવાણી કરતા સંભળાય છે કે, સુરતની બેંકમાં જે ચોરી થઈ છે તેમાં વડોદરાના તત્વોની સંડોવણી છે. એટલું જ નહીં, તેમણે એવો પણ ચોંકાવનારો દાવો કર્યો છે કે, "બેંકમાં ચોરી થશે અને ચોર પકડાશે નહીં." આ પ્રકારની અંધશ્રદ્ધા પ્રેરે તેવી વાતોનો વીડિયો વાઈરલ થતા લોકોમાં જાત-ભાતની ચર્ચાઓ જાગી છે.

સોશિયલ મીડિયા પર વીડિયોની ધૂમ, સત્યતા સામે સવાલ

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયુવેગે પ્રસરી રહ્યો છે, જોકે આ વીડિયો ક્યારનો છે અને તે કેટલો સાચો છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સંદેશ ન્યૂઝ આ વાઈરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. પોલીસ તપાસના વિષય વચ્ચે આ પ્રકારે ભૂવા દ્વારા કરવામાં આવતા દાવાઓ સમાજમાં ગેરમાર્ગે દોરનારા સાબિત થઈ શકે છે.

નોંધ: સંદેશ ન્યૂઝ આ વાઈરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો