વડોદરા એરપોર્ટના ન્યૂ ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ(એન.આઇ.ટી.બી)માં શુક્રવારે રાતે રાત્રિ બિફોર નવરાત્રિ યોજાઇ હતી. જેમાં, પેસેન્જરો, સ્ટાફ સહિત એરલાઇન્સના કર્મચારીઓ પણ ગરબે ઘુમ્યા હતા. સ્ટીલ સ્ટ્રક્ચરમાંથી પ્લેનની પાંખ આકારના બનાવેલા એરપોર્ટના એન.આઇ.ટી.બી.ના એરાઇવલ એરિયામાં રાતે 8થી 9 કલાક દરમિયાન સાઉન્ડ સિસ્ટમ થકી રાત્રિ બિફોર નવરાત્રિના ગરબા યોજાયા હતા. ત્યારબાદ રાતે 9 કલાકથી ડિપાર્ચર એરિયામાં ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં, પેસેન્જરો, એરલાઇન્સ સ્ટાફ, સી.આઇ.એસ.એફ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એ.એ.આઇ)ના અધિકારીઓ સહિત આમંત્રિતો ગરબે ઘુમ્યા હતા. એરપોર્ટ ખાતે યોજાયેલા ગરબા મહોત્સવને પગલે મોડીરાત સુધી એરપોર્ટનો ઓપરેશનલ એરિયા કાર્યરત હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો