ડભોઇ તાલુકાના સીમલીયા, ગોપાલપુરા, પણસોલીની એમ.પી.વસાહતમાં નળ, હવાડા, શૌચાલય અને બોર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યાં છે.


સીમલીયા, ગોપાલપુરા, બાંબોજ, પણસોલીની (MP) વસાહત, તેમજ કુકડ વસાહત સહિતની નર્મદા વિસ્થાપિતોની વસાહતોમાં પ્રાથમિક સુવિધા શોભાના ગાંઠિયા બની છે. નળ છે તો પાણી નથી. બોર છે. પણ વીજ કનેક્શન નથી. હવાડા છે તો પાણી વિના બિનઉપયોગી થયા છે. જેથી અનેક રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ના આવતા આદિવાસી વિસ્થાપિતો પરિસ્થિતિ સાથે સમાધાન કરવા મજબૂર બન્યા છે.

તાલુકાના દરેક ગામ તેમજ નર્મદા યોજનાની વસાહત આવેલી છે. જેમા શૌચાલય નલ સે જલ સ્ટેન્ડ પોસ્ટ પશુને પીવા માટે હવાડા બિસ્માર છે. જેમાં ટયુબવેલ વર્ષોથી લાઈટ કનેકશનના અભાવે શોભાના ગાંઠિયા બન્યા છે. નર્મદા વિસ્થાપિતોની વસાહતોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ ભ્રષ્ટાચાર થયેલ હોવાનું વસાહતીઓ કહી રહ્યા છે. વસાહતોમાં પ્રાથમિક સુવિધા માટે ના નળ, બિસ્માર શૌચાલય અને હવાડા, બોર, તેની ચાડી ખાઇ રહ્યા છે. સરકારી કોન્ટ્રાકટ નર્મદા નિગમના સરકારી બાબુઓ મોટા બીલો પાસ કરી વર્ષોથી કૌભાંડ કરેલ છે. તપાસ કરે તો ઘણું સત્ય બહાર આવે તેમ છે.સરકારના પૈસાનો ઉપયોગ માત્ર દેખાવ પૂરતા કરી ગ્રાન્ટ મંજુર કરેલ છે. જાણવા મળ્યા મુજબ, ઘણા જુના ગામડા તેમજ નર્મદાની વસાહતોમાં રૂબરૂ જઈ તપાસ કરતા પ્રાથમિક સુવિધાથી વંચિત વસાહતો જોવા મળેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: