સેલ્ફ્ સ્ટડી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને રોજના 8થી 10 કલાકનું અસરકારક વાંચન કરતો હતો. મારા મોટાભાઈ ક્વોલિફાઇડ સીએ છે અને ખાનગી કંપનીમાં જોબ કરે છે. ઘરમાં ભાઈ સીએ હોવાને કારણે મને પહેલેથી જ ખ્યાલ હતો કે આ કોર્સમાં કેવા વિષયો આવે છે, એન્વાયરમેન્ટ કેવું હોય છે અને આખી પ્રક્રિયા કેવી રહે છે. શરૂઆતથી જ મને મારા પર પૂરો આત્મવિશ્વાસ હતો. આ ઉપરાંત ક્યારેક ટેસ્ટ ખરાબ જાય કે વાંચવાનો મૂડ ન હોય તો હું બ્રેક લઈ લેતો, જેથી ફરી તાજગી સાથે કન્સિસ્ટન્સી જળવાઈ રહે. હવે આર્ટિકલશિપ પૂર્ણ કરી CA ફાઇનલની પરીક્ષા આપવાની છે. આર્ટિકલશિપ દરમિયાન જે ઍક્સ્પોઝર મળશે તેના આધારે ભવિષ્યમાં કઈ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું તે નક્કી કરશે. પોઝિટિવ એટિટયુડ અને સેલ્ફ્ કોન્ફ્ડિન્સ સૌથી જરૂરી છે. છેલ્લી ઘડીએ અતિશય ભારણ લેવાને બદલે જો ડે-1થી જ અભ્યાસ શરૂ કરાય અને અંત સુધી સાતત્ય જાળવી રાખો, તો સીએની પરીક્ષા કોઈ પણ વધારાના ટેન્શન વિના સરળતાથી પાસ કરી શકાય છે. - હર્ષ સરવૈયા, AIR16.
