વડોદરા કોર્ટે નામચીન બુટલેગર અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા કોર્ટમાં 30 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તેને ઘાયલ અવસ્થામાં કોર્ટમાં લવાયો હતો.
બિશ્નોઈને પગમાં ગોળી વાગતા તે ઘાયલ થયો હતો
આરોપી બિશ્નોઈને આસામથી ગાંધીનગર લાવવામાં આવતો હતો ત્યારે દાહોદ પાસે પોલીસની ગાડીમાં બેઠેલા આરોપીએ SMCના PSIનું ગળું દબાવાનો પ્રયાસ કરીને ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે પોલીસે ફાયરિંગ કર્યું. આ ફાયરિંગ દરમિયાન બિશ્નોઈને પગમાં ગોળી વાગતા તે ઘાયલ થયો હતો.
