એમ.એસ.યુનિ.ની ફેકલ્ટી ઓફ કોમર્સના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીના ડીનના નેજા હેઠળ મિશન સુપોષણ અંતર્ગત પોષણ જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. જે વિશે ફેકલ્ટીના ડીન પ્રો. પ્રગ્નેશ શાહે જણાવ્યું હતું કે, ફેકલ્ટીની વિવિધ બિલ્ડિંગની સુપોષણ ટીમ, બિલ્ડિંગ કોઓર્ડિનેટર્સ, 50 પ્રોફેસર્સ તથા 1000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પરશુરામ ભટ્ટા વિસ્તારમાં, પેન્શનપુરા વિસ્તારમાં તેમજ પ્યૂન ક્વાટર્સ વિસ્તારમાં જઈને સ્વસ્થ જીવન માટે દૈનિક આહારમાં તાજા ફળો, શાકભાજી, દાળ, કઠોળ, અનાજ, દૂધ તથા દૂધની બનાવટો, સૂકા મેવા અને પૂરતું પાણી જેવા પૌષ્ટિક આહારનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ કરવો જોઈએ તેવી સમજણ આપી હતી. આ સાથે તેઓમાં ચિક્કી આપીને પૌષ્ટિક નાસ્તાના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
