ડેસર પોલીસ સ્ટેશનની ટીમે નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પિપળીયા ગામમાંથી નશાકારક પદાર્થનો જથ્થો ઝડપી પાડયો હતો.
પોલીસની વિગતો મુજબ પિપળીયા ગામે માનબાઈ મંદિર પાસે આરોપી લક્ષ્મણસિંહ અંદરસિંહ ડાભી (ઉં.50)ના રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન વનસ્પતિ જન્ય નશાકારક માદક પદાર્થ પોશડોડાનો 7.870 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે રૂા.1,18,050, ઇલેક્ટ્રોનિક વજનકાંટો રૂા.400 તથા પ્લાસ્ટિકની થેલીઓ સહિત કુલ રૂા.1,18,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ડેસર પોલીસ સ્ટેશન ખાતે NDPS Act-1985ની કલમ 8(c),15(b) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ અધિકારીઓ અને સ્ટાફે નશાકારક પદાર્થ સામે કાર્યવાહી કરી એકની અટકાયત કરી હતી.
