પાદરા સિવિલ કોર્ટનું સ્થળાંતર સ્થાનિક બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા વિના કરવાના નિર્ણય સામે વકીલ આલમમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. પાદરા બાર એસો.ને વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરીને નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવા માંગ કરી છે.


પાદરા બાર એસો. પ્રમુખ દીપક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાદરા કોર્ટ માત્ર એક સરકારી ઇમારત નથી. પરંતુ આઝાદી બાદથી ન્યાયિક પરંપરા અને વકીલાતની ગૌરવશાળી ઓળખનું કેન્દ્ર છે. છતાં બારના હોદ્દેદારો અને સભ્યોને અંધારામાં રાખીને કોર્ટ ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જે માત્ર આર એન્ડ બી વિભાગના સ્ટેબિલિટી રિપોર્ટના આધારે લેવાયો છે. જ્યારે તે રિપોર્ટ પણ સરકારના દબાણ હેઠળ તૈયાર કરાયો હોવાનો દાવો કરાયો છે. વધુમાં, એક વર્ષથી વધુ સમયથી કોર્ટ કાર્યરત હોવા છતાં અચાનક સ્થળાંતરની ઉતાવળ શા માટે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

કોર્ટ માટે વૈકલ્પિક સ્થળ તરીકે પસંદ કરાયેલી ઝંડા શાળાને લઈને પણ બાર એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, શાળાના બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટમાં છતને 74 ટકા અને માળખાને 37 ટકા નુકસાન દર્શાવાયું છે. ઉપરાંત ત્યાં ધો.1થી 7 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના કારણે શિક્ષણ અને ન્યાયિક કામગીરીને એક જ પરિસરમાં ચલાવવી યોગ્ય નથી. શાળા સુધી પહોંચવાનો માર્ગ પૂરતો વિકસિત નથી, પાર્િંકગની કોઈ વ્યવસ્થા નથી. રહેણાંક વિસ્તારમાં કોર્ટ કાર્યરત થવાથી ટ્રાફ્કિ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થઈ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: